ભાગવતી સાધનાનું લક્ષ્યાંક : સ્વાનુભૂતિ

ભાગવતી સાધનાનું લક્ષ્યાંક : સ્વાનુભૂતિ
આધાર સૂત્ર
भदन्त! द्वादशाङ्गस्य, किं सारमिति कथ्यताम्‌।
सूरिः प्रोवाच सारोऽत्र, ध्यानयोगः सुनिर्मलः।।
मूलोत्तरगुणाः सर्वे, सर्वा चेयं बहिष्क्रिया।
मुनीनां श्रावकाणां च, ध्यानयोगार्थमीरिता।।
मनःप्रसादः साध्योऽत्र, मुक्त्यर्थं ध्यानसिद्धये।
अहिंसादि-विशुद्धेन, सोऽनुष्ठानेन साध्यते।।
– उपमितिसारोद्धार, प्र.८

હે ભગવન્‌! દ્વાદશાંગીનો સાર શું છે એ કહો!
આચાર્ય ભગવંત જણાવે છે કે અત્યંત નિર્મલ ધ્યાનયોગ જ દ્વાદશાંગીના સાર રૂપ છે. સર્વે મૂલગુણો તથા ઉત્તરગુણો અને સર્વ સાધુ તથા શ્રાવકોનો આ બાહ્ય ક્રિયાકલાપ ધ્યાનયોગ માટે કહેવાયો છે.
મુક્તિ માટે આ ધ્યાનયોગ છે. તેના માટે મનની પ્રસન્નતા જરૂરી છે. અહિંસા આદિથી વિશુદ્ધ એવા અનુષ્ઠાન વડે તે મનની પ્રસન્નતા સિદ્ધ કરી શકાય છે.

 

અરિહંત પ્રભુનું ધ્યાન
આધાર સૂત્ર
आत्मनो हि परमात्मनि योऽभूद्‌, भेदबुद्धिकृत एव भेदः।
ध्यानसन्धिकृदमुं व्यपनीय, द्रागभेदमनयोर्वितनोति।।
– ૧૧, ધ્યાનસ્તુતિ અધિકાર, અધ્યાત્મ સાર

આત્માનો પરમાત્માને વિષે જે ભેદબુદ્ધિથી કરાયેલ વિવાદ ઉત્પન્ન થયો, ધ્યાન નામના દૂતે તે વિવાદને દૂર કરીને જલ્દીથી આત્મા અને પરમાત્મા વચ્ચે અભેદ કર્યો છે. અર્થાત્‌ ધ્યાનદશામાં આત્મા એ જ પરમાત્મા રૂપ છે તેવું જણાય છે.

समत्वमवलम्ब्याथ, ध्यानं योगी समाश्रयेत्‌।
विना समत्वमारब्धे, ध्याने स्वात्मा विडम्ब्यते।।
– योगशास्त्र, ४/११२

યોગી સમત્વનું આલંબન લઈને ધ્યાનને પ્રાપ્ત કરે. સમત્વ વિનાનું ધ્યાન શી રીતે હોઈ શકે? એ તો છે આત્મપ્રતારણા.

અરિહંતાદિક શુદ્ધાતમા, તેહનું ધ્યાન કરો મહાતમા;
કર્મકલંક જિમ દૂરિ જાય, શુદ્ધાતમ ધ્યાને સુખ થાય.
– પંચ પરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા, ૧/૯

Showing 2 comments
  • Devang Jhaveri
    Reply

    Sadhak maate ni Anivarya&Atyant Aavashyak uplabdhi etle ‘Swanubhuti’Thi kai pan nyun nahi etle Dhyaan no prayogatmak anubhav.

  • Dimple Nilesh Chhajed
    Reply

    Aa bhav no sacho anubhav ane bhavo bhavno pan anubhav karay che ewa sadhana dwara antar thi paramatma swarup dekhayu… Prabhu krupa thi Maun Sadhana aayojan ma pahuchiyo ane guru krupa thi moksh sudhi no rastoh bataviyo… Sabdho aucha check mara agyaani passe… Shu kahu Vadhu…

Leave a Comment

0