Rules & Regulations

To gain maximum benefits

‘મૌન સાધના શિબિર’માં સાધનાનો લય જળવાયેલો રહે, તે માટે સાધકોએ નીચેની રચનાઓ અને નિયમોનું પાલન અવશ્ય કરવાનું રહેશે.

  • તા. 5-4-20 શિબિરના પ્રથમ દિવસે સિલેક્શન પામેલા સાધકોએ બપોરે 12.00 સુધી શિબર સ્થળ પર પહોંચી જવાનું રહેશે. તા. 12-4-20, બપોરે 12.30 સુધી શિબિરની પૂર્ણાહુતિ થશે. શિબિર સંબંધી બીજી વિગતો એડ્રેસ, સમય સારિણી-િદનચર્યા, વગેરે આપને તા. 15-3-20 સુધી જાણ કરવામાં આવશે.
  • ‘‘મૌન અંતરયાત્રાનું પ્રવેશદ્વાર છે.’’ આર્ય મૌન ૨૪ કલાક પાળવાનું છે. ઈશારાથી વાત કરવાની છૂટ નથી. ભક્તિમાં પણ મૌન રહી ભાવથી જોડાવાનું છે.
  • Online ફોર્મ ભરાયા પછી જેમને, ‘સિલેક્ટ થાવ છો’ એ મેસેજ આવે, તેઓએ રૂ. 2000/- રીફંડેબલ ભરવાના રહેશે.
  • શિબિરના પહેલે દિવસે મોબાઈલ, લેપટોપ આદી બધા ઇલેક્ટ્રોનીક સાધનો જમા કરવવાના રહેશે, જે છેલ્લે દિવસે પરત આપવામાં આવશે.
  • સાદગી અને પવિત્રતાનો અહેસાસ કાયમ રહે તે માટે આખો દિવસ શિબિર દરમ્યાન શ્વેત, ધવલ વસ્ત્રો પહેરવા કંપલસરી છે. પૂજામાં પણ બધાએ શ્વેત વસ્ત્રો કંપલસરી પહેરવાના છે. (સફેદ વસ્ત્રોમાં સફેદ વર્ક ચાલશે, તે સિવાય ગોલ્ડન, સિલ્વર, કોઈ પણ રંગની બોર્ડર, બુટ્ટી, ક્રીમ કલર વગેરે કોઈ છૂટ ચલાવાશે નહિ.)
    ‘‘બહેનોનો પહેરવશે સફેદ સલવાર-સૂટ દુપટ્ટા સાથે, અથવા સફેદ સાડી રહેશે.’’ તે સિવાયના કોઈ પણ પ્રકારના વસ્ત્રો ચાલશે નહિ.
  • આખા દિવસની દિનચર્યા, સમય સારિણી અનુસાર દરેક સેશનમાં અવશ્ય હાજરી આપવાની રહેશે.
  • આવાગમનના દરેક સ્થળે દહેરાસરજી, ભોજનશાળા, ધર્મશાળા બધે નીચી નજરે જયણાપૂર્વક ચાલવાનું છે, સાધના સંકુલની બહાર છેલ્લા દિવસ સુધી કોઈએ બહાર જવાનું નથી.
  • પોતાની આવશ્યક દવાઓ સાથે લાવવી. શિબિરમાં સાદું ભોજન ત્રણે ટંક આપવામાં આવશે, બહારના ખાદ્ય પદાર્થો ન લાવવા. આયંબિલ આદીની વ્યવસ્થા હશે.
  • સાધના સઘન કરવાના લક્ષે નિયમો ગંભીરતાથી, સમજપૂર્વક મુકાયા છે, જે દરેક શિબિરાર્થીને બંધનકર્તા રહેશે. વર્તણૂકમાં ઢીલાશ, ઉલ્લંઘન, મૌનની શિથિલતા ચલાવી લેવામાં નહિ આવે, શિબિરમાંથી રજા આપવાની નોબત ન આવે તેનું ધ્યાન રાખવા વિનંતી.

‘‘શાંત રહી, અંતરમુખ થઈ, સ્પર્શના પામો એ જ શુભેચ્છા.’’

0